Skip to main content

Posts

Showing posts from April, 2018

Respect your Mother and Father

Think Differently ગમેતેમ કરીને તે ઓફિસે પહોંચ્યો. આજ તેનો ઇન્ટરવ્યુ હતો. મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે.મમ્મી,પપ્પા ની રોજબરોજની નાની વાતો જેવી કે રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો,નાહીને બહાર નીકળું તો રૂમાલ સૂકવી દે.,ચાદર સરખી કરી દે ,નળ બંધ કરી દે વિગેરે વિગેરે..થી કંટાળી ગયો છું. ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં.અને બાજુમાં પાણી પાઈપમાં થી બહાર નીકળતું હતું તેને સરખું કર્યું.કારણકે પપ્પાની ટકોર યાદ આવી. પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી. બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે. સીડી ની લાઈટ પણ બંધ કરી.એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી. પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા.પૂછતા કહેતા કે કઇ પૂછતા નથી. તેનો વારો આવ્યો એટલે અંદર ગયો અને ફાઇલ બતાવી.ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું ક્યારથી જોઈન્ટ કરશો.તેને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈક મજાક તો નથી કરતા ને. બોસ સમજી ગયા કહ્યું હા ભાઈ એપ્રિલ ફૂલ નથ...