Skip to main content

Posts

Showing posts from March, 2018

અેક તુટેલા માણસ ની જરૂરીયાત...

છોકરી તેની નજીક ગઈ. ચૂપચાપ ગોપાલના ગાલ પર પોતાની આંગળીઓ મૂકી. આંખમાંથી નીકળીને ભાગી રહેલાં આંસુ પર પોતાની આંગળી ફેરવી. એ આંગળીનો સ્પર્શ... ...અને ગોપાલે તરત જ ઊંચું જોયું. છોકરીના ચહેરાને જોયો. એ શાંત કિનારા જેવો ચહેરો હતો. એકવાર જોયા પછી હજાર વર્ષ સુધી ભૂલી ન શકાય તેવો ચહેરો. હજાર વર્ષ સુધી જોયા કરવાની તડપ ઊઠે તેવો ભોળો અને માસૂમ ચહેરો. છોકરીની આંખોમાં પણ આંસુ આવી ગયાં. બસ... છોકરીએ ઝડપથી ગોપાલની નજીક આવીને તેને પોતાની બાહોમાં સમાવી લીધો. કિનારા પાસે આવીને ભાંગી પડતાં મોજાંની જેમ ગોપાલ આ કોઈ અજાણી વ્યક્તિની છાતીમાં ભાંગી પડ્યો. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. કેટલાય સમયથી કદાચ વ્યક્તિને આવી કોઈ છાતીને પોતાના આંસુથી ભીની કરવાની જરૂર હતી. કોઈ પોતાના માણસ પાસે કદાચ આ માણસને ભાંગી પડવાની જરૂર હતી. ગોપાલને તે કદાચ રડતો જોઈ નહીં શકી હોય, તે ખુદ પણ આંસુ પાડી રહી હતી અને ગોપાલને વધુ જોરથી પોતાની છાતીમાં જકડી રહી હતી. થોડી જ ક્ષણોમાં ગોપાલ શાંત થઈ ગયો. ચૂપ થઈ ગયો. છોકરીથી તે દૂર થયો. પોતાનાં આંસુ પોતાના હાથે લૂછવા લાગ્યો. તેની લાલ આંખોએ છોકરી સામે જોયું. તે હળવું હસી. ગોપાલના ગાલ...